Site icon Gujarat Mirror

સુરતમાં મંદીના કારણે રત્નકલાકારનો આપઘાત

5 વર્ષનો દીકરો અને નવ વર્ષની દીકરી નોંધારા

સુરતમાં વધુ એક રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, હીરાની મંદીના કારણે કામ થતું ના હોય જેથી આર્થિક તંગીના કારણે કંટાળી જઈ રત્નકલાકારે આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. રત્નકલાકારના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલમાં સુરતના કામરેજ સ્થિત દેરોદ રોડ ખાતે રહેતા કપિલભાઈ મનુભાઈ નિમાવત રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ કપિલભાઈએ દેરોદ ગામની સીમમાં ભુરખીયા ફાર્મ પાસે ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. કપિલભાઈએ હીરાની મંદીના કારણે કામ થતું ના હોય જેથી આર્થિક તંગીના કારણે કંટાળીને આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. કપિલ નિમાવતની ઉમર 45 વર્ષ છે. તેમને 5 વર્ષનો છોકરો છે અને 9 વર્ષની છોકરી છે.

Exit mobile version