Site icon Gujarat Mirror

જેતપુરના રહેણાંક મકાનમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

ત્રાકુડીપરામાં ગેસનો બાટલો ફાટ્યા બાદ તપાસમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ખુલ્યું

જેતપુરમાં ત્રાકુડીપરામાં ગેસનો બાટલો ફાટીયા બાદ દિવાલ ધરાશાયી થઈ હતી. જેની તપાસમાં ગેસ રીફલીંગનું કૌભાંડ બહાર આવ્યું હતું.

પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા ગેસ રીફલીંગનો પર્દાફાશ કરી ગેસ રીફલીંગ કરતાં શખ્સની ધરપકડ કરી તેના ઘરેથી નાના મોટા 40 જેટલા ગેસના બાટલા કબજે કર્યા હતાં. આ ગેસ રીફલીંગ કૌભાંડ મામલે પોલીસે વિશેષ પુછપરછ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, જેતપુરનાં બોખલા દરવાજા પાસે હુસેની ચોક નજીક રહેતાં હુસેન ઉર્પે સલીમ સોડાવાલા જીકરભાઈ તેરવાડીયાના ઘરમાં ગેરકાયદેસર ગેસ રીફલીંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે જેતપુર સીટી પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડામાં પોલીસે હુસેનના ઘરેથી ઈન્ડીયન કંપનીના 7 ભરેલા તથા 8 ખાલી બાટલા તેમજ ભારત કંપનીના 4 ભરેલા તથા 5 કિલ્લોના ભરેલા 1 તેમજ 4 કિલ્લોના કંપની વગરના 3 અને અન્ય 16 મળી કુલ 40 જેટલા નાના મોટા બાટલા કબજે કર્યા હતાં.

હુસેનના ઘરે કોઈપણ જાતના ફાયર સેફટીના સાધનો વગર અને સરકારની કોઈપણ જાતની મંજુરી વગર આગ લાગે તેવી સ્થિતિમાં ગેસ રીફલીંગ કરવામાં આવતું હતું. પોલીસે 40 જેટલા નાના મોટા બાટલા તથા એક ઈલેકટ્રીક મોટર સહિત 71000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હુસેન સામે ભારતીય ન્યાય સહિતાની કલમ 287 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Exit mobile version