Site icon Gujarat Mirror

IPL ફાઈનલ પૂર્વે મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિન્ડિર ફાટતા દોડધામ

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ઐતિહાસિક ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે તે પૂર્વે જ એક મોટી દુર્ઘટના માંડ-માંડ ટળી છે.

સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર બહાર ફૂટપાથ પર આવેલી એક નાસ્તાની લારીમાં ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સવારના સમયે આ ઘટના બનતા કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.આ ઘટના ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારીને ઉજાગર કરે છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઇનલ મેચ રમાવાની છે.
આ મેચ જોવા માટે લાખોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડવાના છે, ત્યારે આ દુર્ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.

Exit mobile version