Site icon Gujarat Mirror

સદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસ

 

શહેરના સદરબજારમાં રહેતા ગેરેજ સંચાલક આધેડે આર્થિક ભીંસથી કંટાળી જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળતી વિગત મુજબ સદર બજારમાં કૃષ્ણ ચોકમાં રહેતા અને ઘર પાસે જ કરણ ઓટો સર્વિસ નામે ગેરેજ ચલાવતા મલયભાઈ દિલીપભાઈ મોરી (ઉ.વ.48) નામના આધેડે આજે સવારે પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં મલયભાઈને સંતાનમાં એક પુત્ર છે. ગેરેજનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિકભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જીવરાજપાર્કમાં યુવાને એસીડ પી લીધું

જીવરાજ પાર્કમાં આઈકોન હેરીકોન એપાર્ટમેન્ટમાં રહેતા મીત સુરેશભાઈ ચલા (ઉ.વ.26) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણસર એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

Exit mobile version