નિવૃત્ત શિક્ષકને સીબીઆઇ ડાયરેકટર, પોલીસ અને જજના નામે વીડિયો કોન્ફરન્સથી વાત કરાવી શિશામાં ઉતાર્યા
રાજકોટની મીરા એન્ટરપ્રાઇઝ પેઢીના ખાતામાં નાણા જમા થતાં સંચાલકોની પૂછપરછ
સુરત જિલ્લાના બારડોલી નજીક તેન ગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં રહેતાં નિવૃત્ત આઈટીઆઈ શિક્ષક 62 વર્ષના વૃદ્ધને વિડિયો કોલ મારફત નરેશ ગોયેલ જેટ એરલાઈન્સના રૂૂા.680 કરોડના ફ્રોડમાં તમારા એકાઉન્ટનો ઉપયોગ થયો છે કહી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ફ્રોડ ટોળકીએ રૂૂા.61,30,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ વધુ રૂૂા.6 લાખની માંગ કરાતા સાયબર ફ્રોડ થયાનુ જણાતા સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુ વિગતો મુજબ,તેન ગામે ચાણક્યપુરી સોસાયટીમાં અજયકુમાર હરેશભાઈ ચાવડા (ઉ.વ.62) પુત્ર વિશાલ સહિત પરિવાર સાથે રહે છે. અજય ચાવડાવલસાડજિલ્લાના પારડી ખાતેઆઈટીઆઈ માંથી વર્ષ 2020માં નિવૃત્ત થયા હતા. તેમનું એસબીઆઇની બારડોલી બ્રાંચમાં બેંક ખાતું છે. ગતતા.05-05-2025ના રોજ સાંજે અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ કરીને જણાવાયું કે, તમારા નામેકેનેરા બેન્ક માહીમ બ્રાન્ચ મુંબઈ ખાતે એકાઉન્ટ ખોલેલું છે. જેનો નરેશ ગોયેલ જેટ એરલાઇન્સ ના રૂૂ.680 કરોડના ફોર્ડમાં તમારા એકાઉન્ટનોઉપયોગ થયેલો છે. વિડીયોમાંમુંબઈના કોલાબા પોલીસ સ્ટેશન મુંબઈ દર્શાવાતું હતું. કોઈનો ચહેરો નહોતો દેખાતો માત્ર અવાજ સંભળાતો હતો. તેમને વધુમાં કહેવાયું કે, તમારા નામે તા.02-01-2025 ના રોજ ડેલ પ્લાઝા મુંબઈ ખાતેથી મોબાઈલ સીમ કાર્ડ ખરીદી ફોડમાં ઉપયોગ થયો છે અને લોકોએ તમારા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે તેનો કેસ નંબર 188 છે.
ત્યારબાદ અજયકુમારને એરેસ્ટ વોરંટ વ્હોટસએપ કરી સંપત્તી ફ્રિઝ કરવાનો ઓર્ડર મોકલી મિલકત અંગે વિગતો મંગાતા અજયકુમારે રૂૂા.80 લાખની એફ.ડી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ જામીન અરજીના નામે રૂૂા.50 લાખ સરકારના ગુપ્ત ખાતામાં જમા કરાવવા 24 કલાકની મુદત આપી હતી.ત્યારબાદ ત્રણ નંબર ઉપરથી ગ્રુપ વિડીયો કોલ આવ્યા, રાજીવ ગુપ્ત ચીફ ઇન્વેસ્ટીગેશન ઓફિસર સીબીઆઈ તથા કોલાબા પોલીસ સ્ટેશન, મુંબઈના ઓફિસર અને જજ સાહેબની ઓળખ આપી જામીન માટેપ્રોસેસ કરી પીટીશન ઓર્ડર અને કોર્ટનો ઓર્ડર મોકલ્યો હતો.
અજયકુમારને ઓડિયો વિડીયો કોલથી એરેસ્ટ દર્શાવ્યા હતા.અનેપાંચ અલગ-અલગ ખાતામાં રૂૂા.61,30,000 આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા.એટલું જ નહીં ગઠિયાઓએ અલગ અલગ પાંચ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.તેમાંથી તા.09-05-2025 ના રોજ ઈન્ડિશઇન બેન્ક ગોંડલ રોડ રાજકોટ શાખામાં શ્રી મીરા એન્ટરપ્રાઈઝના ખાતામાં રૂૂ. 23 લાખ જમા કરવામાં આવ્યા હતા.ત્યારબાદ વધુ રૂૂા.6 લાખ મંગાતા પૈસાની સગવડ ન હોવાથી અજયકુમારે દીકરા વિશાલને વાત કરી હતી.ત્યારે ફોડ થયાનું જણા જણાતા સાયબર ક્રાઈમ હેલ્પલાઇન ઉપર ફરિયાદ કરી હતી.

