છેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

સિટી સી. પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં 2021 ની સાલમાં છેતરપિંડી અંગેનો એક ગુન્હો નોંધાયો હતો, જેમાં બે આરોપીઓને ફરારી જાહેર…

સિટી સી. પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં 2021 ની સાલમાં છેતરપિંડી અંગેનો એક ગુન્હો નોંધાયો હતો, જેમાં બે આરોપીઓને ફરારી જાહેર કરાયા હતા. જે બંને ફરારી આરોપીઓને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમેં ઝડપી લીધા છે. જામનગરમાં અંધઆશ્રમ નજીક હનુમાન ચોકમાં રહેતા ખોડુભા લખુભા ચુડાસમા તેમજ મેહુલ નગર માં રહેતા રાજેન્દ્રગીરી ચેતનગીરી ગોસ્વામી કે જે બંને સામે 2021 ની સાલમાં સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ગુનામાં બંને આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા રહ્યા હતા, ઉપરોક્ત આરોપીય જામનગર માં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ની ટીમે બન્ને આરોપીઓને પકડી લીધા છે, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.