ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18- આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે દિલ્હીના વૃધ્ધોને મફત સારવારની સુવિધા આપવા જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ યોજના હેઠળ દરેકની સારવાર સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં મફતમાં કરવામાં આવશે. સરકાર બનતાની સાથે જ દિલ્હી સરકાર આ યોજનાને પસાર કરશે અને વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. બદલામાં, તમામ દિલ્હીના વડીલોની અપેક્ષા છે કે તેઓ મતદાનના દિવસે આશીર્વાદ તરીકે આમ આદમી પાર્ટીને સમર્થન આપે. આપના વડા અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે, અમારી સરકાર અમીર અને ગરીબ વચ્ચે તફાવત નહીં કરે. બધા માટે સારવાર મફત હશે. વૃદ્ધોની નોંધણી ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં દરેકને આઈડી કાર્ડ આપવામાં આવશે.
દિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશે
