Site icon Gujarat Mirror

નખત્રાણાના ખેડૂતો સાથે ચાર વેપારીએ એરંડાનો પાક ખરીદી 96.44 લાખની ઠગાઈ આચરી

Vector illustration of the word Fraud in red ink stamp

ખેડૂતોને પૈસા ન આપતા ચારેય વેપારી સામે ફરિયાદ નોંધાઈ

નખત્રાણા તાલુકાના ધામાય અને આમારા ગામના છ ખેડૂતો સાથે દેશલપર(ગું)ની વેપારી પેઢીએ એરંડાનો પાક ખરીદી રૂૂપિયા 96.44 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. છેલ્લા દસ વર્ષથી આરોપીઓએ માલ ખરીદ્યા બાદ વાયદાઓ કરી છેતરપિંડી આચરતા ચાર વેપારી સામે અલગ અલગ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધામાય ગામના ફરિયાદી જેશાભાઈ કાનાભાઈ આહિરે નખત્રાણા પોલીસ મથકે આરોપી વેપારી હિતેશ વિઠ્ઠલદાસ બારૂૂ, કનૈયાલાલ વિઠ્ઠલદાસ બારૂૂ, વિરલ જમનાદાસ બારૂૂ અને સાવન કનૈયાલાલ બારૂૂ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાની ખેતીમાં ઉપજ થતા એરંડાના પાકની છેલ્લા દસ વર્ષથી દેશલપર(ગું)માં આવેલ ઠા.વેલજી વિઠ્ઠલદાસ નામની પેઢીમાં વેચાણ કરતા હતા. જેમાં ફરિયાદીએ વર્ષ 2016 થી 2021 સુધીના સમયગાળા દરમિયાન 27.27 લાખના એરંડાનો વેચાણ કરેલો હતો. જેમાંથી 9.70 લાખ આપી બાકીના 17.57 લાખ પેઢીમાં જમા રાખ્યા હતા.

આ ઉપરાંત ફરિયાદીના દીકરા નથુભાઈએ 52 લાખના એરંડા આપેલા હતા જેમાંથી 9.86 લાખ આપી દીધા હતા અને 42.16 લાખ જમા રાખેલા હતા. તેમજ ફરિયાદીના બીજા દીકરા વેશુભાઈએ પણ 28.78 લાખના એરંડા આપેલા હતા જેમાંથી 22.85 લાખ લેવાના બાકી હતા. તેમજ આમારા ગામના ફરિયાદી વેરશીભાઈ કેશાભાઈ આયરે પણ ચારેય વેપારી સામે ગુનો નોધાવ્યો છે. જેમાં ફરિયાદીએ છેલ્લા નવ વર્ષ દરમિયાન આરોપીઓને 12.28 લાખના એરંડા આપેલા હતા. જેમાંથી 9.40 લાખ પેઢીમાં જમા રાખેલા હતા. તેમજ ફરિયાદીના ભાઈ ખેંગારભાઈ આહિરે 2.19 લાખના એરંડા વેચેલા હતા જેમાંથી 1.94 લાખ લેવાના બાકી હતા. જ્યારે ધનજીભાઈ આહિરે પણ 3.28 લાખના એરંડા વેચેલા હતા જેમાંથી 2.50 લાખ લેવાના બાકી હતા. તમામ ખેડૂતોએ રૂૂપિયાની જરૂૂરીયાત ઉભી થતા આરોપીઓ પાસે માંગણી કરી હતી. ત્યારે આરોપીઓએ વાયદાઓ કરી પેઢી નુકસાનમાં હોવાનું કહી બહાના બનાવ્યા હતા રૂૂપિયા ન ચૂકવી ઠગાઈ આચરી હતી.સમગ્ર મામલે પોલીસે ચારેય વેપારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધામાય અને આમારા ગામના ખેડૂતો દેશલપર(ગું)ની વેપારી પેઢીને છેલ્લા દસ વર્ષથી એરંડાના પાકનો વેચાણ કરતા હતા. આરોપીઓએ ખેડૂતોને રૂૂપિયાની જરૂૂર ન હોય તો પોતાની પાસે જમા રાખવાનું કહી ભાવ વધારો કરીને આપવાની લાલચ આપી હતી.જેથી ખેડૂતોએ પાકના રૂૂપિયા વેપારી પેઢીમાં જમા રાખ્યા હતા અને ઠગાઈનો ભોગ બન્યા છે.

Exit mobile version