સોડાની લારી હટાવવાને કારણે માથાકૂટ થઇ હતી, વળતી ફરિયાદ નોંધવા તજવીજ
શહેરના યુનિવર્સિટી પોલીસે ભોમેશ્વર શ્રમજીવી જાગૃતિ સોસાયટી-5માં ભોમેશ્વર મંદિર પાસે રહેતાં કિશનભાઇ પરેશભાઇ રાવ (ઉ.વ.26)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો વિરૂૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. કિશનભાઇ રાવ ગત 21/9ના રાતે એકાદ વાગ્યે શિતલ પાર્ક નવરાત્રી મહોત્સવ ખાતેથી ત્રણ મિત્રો આનંદ રાજશેભાઇ મકવાણા, તિર્થ રાજુની અને ગોરવ જેઠવા એમ ચારેયા આનંદ મકવાણાની કાર જીજે03એફકે-6705માં બેસીને યુનિવર્સિટી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ ખાતે જમવા માટે જવા નીકળ્યા હતાં.
આ વખતે રૈયાધાર પાસે શાંતિનગર ગેઇટવાળા રસ્તે ડ્રીમસીટીથી આગળ દ્વારકોશ પાર્કના મેઇન રોડના ખુણે અમે પહોંચ્યા ત્યારે પાછળથી લાલ રંગની સ્વીફટ આવી હતી. તેના ચાલકે અમારી કારની આગળ રસ્તા વચ્ચે કાર ઉભી રાખી હતી. બાદમાં તેમાંથી પાંચ છ શખ્સો નીકળ્યા હતાં. જેમાં બે જણા પાસે હાથમાં લાકડાના ધોકા હોઇ અમારી કાર પાસે આવી ધોકાવાળી કરી હતી. જેના કારણે કારમાં 40 હજારનું નુકસાન થયું હતું.
પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ગુનામાં એલસીબી ઝોન-2 ટીમે ધ્રુવ હિતેષભાઇ બાહુપીયા (ઉ.વ.19-રહે. ગાંધીગ્રામ-8, સ્ટર્લિંગ સામે), મોહિત ડાયાભાઇ કુકડીયા (ઉ.વ.23-રહે. ધરમનગર આવાસ ક્વાર્ટર બ્લોક 1/13) અને આર્યન મનિષભાઇ ચૌહાણ (ઉ.વ.ર0-રહે. ગાંધીગ્રામ-8, સ્ટર્લિંગ સામે) અને એક સગીરને પકડી લીધા છે.
આ કામગીરી ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઘીયા અને કોન્સ. કુલદિપસિંહ રાણાએ કરી હતી.
પીઆઇ એચ. એન. પટેલના કહેવા મુજબ નીરવ રાયચુરાએ શિતલ પાર્ક પાસે રાસોત્સવનું આયોજન કર્યુ હોઇ તેની બહારના ભાગે આરોપી ધ્રુવ અને તેના પિતાએ સોડાની લારી રાખી હતી. આ લારી હટાવી લેવા બાબતે નીરવને બોલાચાલી થઈ હતી. આ વાતથી ફરિયાદી વાકેફ હતાં. તે જમવા જવા નીકળ્યા ત્યારે તેમાં નીરવ પણ હશે તેમ સમજી ધ્રુવ સહિતનાએ પાછળ જઇ કારમાં તોડફોડ કરી હતી.

