Site icon Gujarat Mirror

રેલનગરમાં ચાર મહિનાની બાળકી સુતા બાદ નિંદરમાં જ નિપજેલું મોત

oplus_288

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતાં નેપાળી પરિવારની ચાર મહિનાની બાળકી રાત્રે સુતા બાદ સવારે ઉઠી જ ન હતી. બેભાન હાલતમાં તેને સારવારમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું. એક ભાઈની એકની એક બહેનના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં સનરાઈઝ સ્કૂલ પાસે અમીર રેસીડેન્સીમાં રહેતા અને ચોકીદારી કરતાં દેવરાજ વિશ્ર્વકર્મા નામના નેપાળી યુવાનની ચાર મહિનાની બાળકી લક્ષ્મી ગત રાત્રે સુતા બાદ સવારે ઉઠતી ન હોય તેને બેભાન હાલતમાં સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકી એક ભાઈ એક બહેનમાં નાની હતી. માસુમ પુત્રીના મોતથી નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Exit mobile version