Site icon Gujarat Mirror

ન્યુયોર્ક રન-વે પર વિમાન ફાયર ટ્રક સાથે ટકરાતા ચારનાં મોત

રવિવારે મોડી રાત્રે ન્યુયોર્કના કવીન્સ બરોમાં આવેલાં લાગાર્ડિયા એરપોર્ટ રનવે પર એર કેનેડાનું એક પેસેન્જર વિમાન ફાયર ટ્રક સાથે અથડાતાં ચાર લોકો ઘાયલ થયા હતા. મોડેથી મળતા અહેવાલો પ્રમાણે આ દુર્ઘટનામાં ચારના મોત થયા છે. ન્યૂ યોર્ક અને ન્યુ જર્સીના પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, એર કેનેડા વતી કાર્યરત જાઝ એવિએશન ફ્લાઇટ, રાત્રે 11:40 વાગ્યે એક અલગ ઘટના માટે કામ કરી રહેલા પોર્ટ ઓથોરિટીના વાહન સાથે અથડાઈ હતી. ફ્લાઇટમાં રહેલા પાઇલટ અને કો-પાયલટને ગંભીર ઇજાઓ થઈ છે. સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, એક સાર્જન્ટ અને એક અધિકારીના હાથ-પગ તૂટી ગયા છે અને તેઓ હોસ્પિટલમાં સ્થિર સ્થિતિમાં છે.

પોર્ટ ઓથોરિટીએ ટ્રકને એરક્રાફ્ટ રેસ્ક્યૂ અને ફાયર ફાઇટિંગ વાહન તરીકે વર્ણવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે તેનું સંચાલન પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓથોરિટીએ જણાવ્યું હતું કે અનેકને નાની-મોટી ઈજાઓ થવા છતાં મોટાભાગના પ્રવાસીઓનો આબાદ બચાવ થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન લેન્ડિંગના મોડ પર હતું અને લગભગ 30 માઇલ પ્રતિ કલાકની ઝડપે ટકરાયું હતું.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે વિમાન બોમ્બાર્ડિયર ઈછઉં-900 ટ્વીન-જેટ વિમાન હતું જે મોન્ટ્રીયલથી એર કેનેડા એક્સપ્રેસ, જેને જાઝ એવિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે, દ્વારા ઉડાડવામાં આવ્યું હતું. લાગાર્ડિયાના રનવે 4 પર આ અકસ્માત થયો હતો. જાઝ એવિએશનએ જણાવ્યું હતું કે ફ્લાઇટ 8646 માં 72 મુસાફરો અને ચાર ક્રૂ હતા, પરંતુ કહ્યું કે આ સંખ્યા પ્રારંભિક મુસાફરોની યાદી પર આધારિત છે.

ઋઅઅ અનુસાર, એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું અને વિમાનની કટોકટીને કારણે ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ સ્ટોપને પાત્ર હતી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું હતું કે તે અથડામણની તપાસ માટે એક ટીમ નિયુકત કરવામાં આવી છે.

Exit mobile version