પૂર્વ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીની યુનિવર્સિટીને અલવિદા, VRS મંજૂર

નોકરીને હજુ અઢી વર્ષ બાકી હતા, આંકડાશાસ્ત્ર ભવનમાં હવે એક જ કાયમી પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનના વડા અને પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીની વીઆરએસની અરજીનો…

નોકરીને હજુ અઢી વર્ષ બાકી હતા, આંકડાશાસ્ત્ર ભવનમાં હવે એક જ કાયમી પ્રોફેસર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનના વડા અને પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીની વીઆરએસની અરજીનો ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્વીકાર કરતા આવતીકાલે તેઓ વિધિવત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અલવિદા કરશે.
આંકડાશાસ્ત્ર ભવનના જ વિદ્યાર્થી અને ત્યા પ્રોફેસરથી માંડીને ભવનના વડા સુધીની સફર ખેડનાર ડો. ભીમાણીની નોકરીને હજુ અઢી વર્ષ જેટલો સમયગાળો બાકી હોવા છતાય તેઓ દ્વારા સ્વૈચ્છિક નિવૃતિ માટે અરજી કરવામા આવી હતી. ડો. ભીમાણીની વિદાય સાથે હવે આંકડાશાસ્ત્ર ભવનમા હવે એક માત્ર કાયમી કર્મચારી તરીકે પ્રોફેસર આટકોટિયા રહયા છે જયારે બાકીના ચાર કર્મચારીઓ કે જેમા કલાર્ક, પટાવાળા અને એક અધ્યાપકનો સમાવેશ થાય છે આ તમામ કરાર આધારિત કર્મચારીઓ છે હાલમા ભવનમા 3પ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. ત્યારે યુનિવર્સિટી કાયમી ધોરણે ભરતી કરે તે વિદ્યાર્થીઓના હિતમા છે.