Site icon Gujarat Mirror

આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા હેઠળ સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના

 

અહિંસા વિશ્વ ભારતી દ્વારા નવા નિર્માણ પામેલા વિશ્વ શાંતિ કેન્દ્ર ના ઉદઘાટન સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજીની ઉપસ્થિતિમાં વિશ્વમાં શાંતિ અને સદભાવના સ્થાપવા માટે સંતોની રાષ્ટ્રીય સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો.

પ્રખ્યાત કથાવાચક મોરારીબાપૂ એ આ પ્રસ્તાવ મૂક્યો કે વિશ્વ શાંતિ અને સદભાવના માટે અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીની અધ્યક્ષતામાં સંતોની રાષ્ટ્રીય સમિતિ રચવી જોઈએ, જેનો આર્ટ ઓફ લિવિંગના સ્થાપક રવિ શંકરજીએ સમર્થન કર્યો. બાપુએ જણાવ્યું કે આ સમિતિ માત્ર વિશ્વ શાંતિ જ નહીં, પરંતુ ભારતમાં ગૃહશાંતિ અને સદભાવના માટે પણ કાર્ય કરશે.

આચાર્ય લોકેશજી એ પ્રસ્તાવ સ્વીકારતાં કહ્યું કે મોરારિ બાપૂ અને રવિ શંકરજીના માર્ગદર્શન હેઠળ ભારતના વિવિધ સંતોને આ સમિતિમાં સામેલ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે હું તો માત્ર એક ખીસકોલી સમાન છું, પણ મારી શક્ય તેટલી સેવાઓ આપવા તૈયાર છું. તેમણે જણાવ્યું કે હરિયાણાની ધરતી પરથી ગીતા ઉપદેશ ફેલાયો હતો, હવે બાપૂના માર્ગદર્શન હેઠળ અહીંથી વિશ્વ શાંતિ અને સદભાવનાનો સંદેશ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે એક માર્ગદર્શન મંડળ (ગાઈડન્સ કમિટી) બનાવવામાં આવે, જેમાં રવિ શંકરજી અને બાપૂ પ્રથમ સભ્ય રહેશે અને બંને વિવિધ ધર્મોના મુખ્ય સંતોને આ સમિતિમાં જોડશે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા અને રવિ શંકર તથા મોરારી બાપૂના માર્ગદર્શન હેઠળ આ સમિતિની ઔપચારિક જાહેરાત કરી.

 

Exit mobile version