આર્જેન્ટિનાનાં દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સી હાલ ભારતનાં પ્રવાસે છે. ત્યારે ગઈકાલે પહોંચેલ અને ત્યાં જ મોડી સાંજે અચાનક મેસ્સી જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પરથી VVIP કાફલા દ્વારા રિલાયન્સનાં વનતારા રાત્રિ રોકાણ કર્યુ હતું. આજે સવારે વનતારાની મુલાકાત લીધી હતી. દરમિયાન, વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વનતારાનાં સ્થાપક અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા અંબાણી પણ સાથે રહ્યા હતાં. મેસ્સીનાં જામનગર આગમનથી ફેન્સની ભારે ભીડનાં પગલે પોલીસે તમામને એરપોર્ટ બહાર ખસેડ્યા હતાં.
લિયોનેલ મેસ્સીનું જામનગરમાં આગમન થતાં એરપોર્ટ વિસ્તરામાં તેમના ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી. પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેસ્સી વનતારા માહિતી અનુસાર, લિયોનેલ મેસ્સી 13 ડિસેમ્બરથી ભારતનાં પ્રવાસે છે. તેમનાં આ ટુરને ’ૠઘઅઝ ઈંક્ષમશફ ઝજ્ઞીિ’ નામ આવવામાં આવ્યું છે. પ્રવાસનાં પ્રથમ દિવસે મેસ્સીએ કોલકાતા અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ રવિવારે મુંબઈમાં સુઆરેઝ અને ડી પોલ સાથે પેડલ ઇવેન્ટમાં મેસ્સીએ ભાગ લીધો હતો.

