Site icon Gujarat Mirror

ભાવનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ભાવનગર શહેરના કરચલીયાપરા-પ્રેસ રોડ વિસ્તારમાં આવેલા ભીમપગીના વાડામાં પૂર્વ બાકીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ઈશ્વર ઉર્ફે ગઢવી રાજેશ ઉર્ફે હાકા બારૈયા ઉવ.31, રવિ ઉર્ફે બડે રમેશ પરમાર ઊં.વ.33, ભરત ઉર્ફે મખ્ખો છના વાજા ઊં.વ.40, વિશાલ ઉર્ફે મખ્ખી ભુપત ડાભી ઊં.વ.48 અને વિપુલ ઉર્ફે નિકુલ ખુશાલ પરમાર ઊં.વ.42 નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ કરચલીયાપરા વિસ્તારના રહેવાસી છે.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂૂ. 10,980 અને જુગાર નું સાહિત્ય કબજે કર્યું છે. તમામ આરોપીઓ સામે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version