Site icon Gujarat Mirror

મનપાની બે ટાઉનશીપમાં ભાડેથી આપેલા વધુ પાંચ આવાસ સીલ

મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આજરોજ ભગવતીપરામાં વિનોબાભાવે ટાઉનશીપ તથા કુવાડવા રોડ પર લોકમાન્ડ ટિળક ટાઉનશીપમાં ચેકિંગ હાથ ધરતા પાંચ લાભાર્થીઓએ તેમને ફાળવામાં આવેલ આવાસો ભાડેથી આપી દીધાનું ખુલતા પાંચેય આવાસ સીલ કરી લાભાર્થીને નોટિસ પાઠવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી વિનોબાભાવે ટાઉનશીપ ભગવતીપરા પાસે તથા લોકમાન્ય ટિળક ટાઉનશીપ, કુવાડવા રોડ પાસે આવેલ આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા બે ટાઉનશીપના પાંચ આવાસો સીલ કરી લાભાર્થીને નોટિસ પાઠવામાં આવી હતી.

Exit mobile version