Site icon Gujarat Mirror

ઇરાનના હુમલામાં USના પાંચ મહાકાય સૈન્ય વિમાનો નષ્ટ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં અમેરિકાના 5 વિમાનોને નુકસાન થયું છે. અગાઉ ઇરાનમાં ક્રેશ થયેલા અમેરિકી વિમાનમાં છ ક્રુ સભ્યોના મોત થયા હતા.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં આવેલા ’પ્રિન્સ સુલતાન એરબેઝ’ પર ઈરાને મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં અમેરિકન વાયુસેનાના 5 રિફ્યુલિંગ વિમાનો (KC-135) ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. અહેવાલમાં એવો દાવો પણ કરાયો છે કે આ વિમાનો હજુ સક્રિય મોડમાં છે અને તેનું સમારકામ ચાલી રહ્યુ છે. જયારે કે અહેવાલોએ વિમાનો પૂર્ણત: નષ્ટ થયા હોવાનું કહે છે.

અમેરિકન સેનાએ પુષ્ટિ કરી છે કે પશ્ચિમ ઈરાકમાં ક્રેશ થયેલા KC-135 રિફ્યુલિંગ એરક્રાફ્ટમાં સવાર તમામ 6 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય એક વિમાન પણ સામેલ હતું, જે સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે. આ ઘટના પાછળ કોઈ દુશ્મનનો હુમલો નહીં પરંતુ ટેકનિકલ કારણો હોવાની આશંકા છે.

બીજી તરફ, ઈરાન સમર્થિત ઈરાકી જૂથ ’ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઈરાક’ એ દાવો કર્યો છે કે તેઓએ જ અમેરિકન વિમાનને તોડી પાડ્યું છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) હજુ સુધી કોઈ દુશ્મનાવટભર્યા હુમલાની પુષ્ટિ કરી નથી અને તપાસ ચાલુ છે. 28 ફેબ્રુઆરીથી શરૂૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 13 અમેરિકન જવાનો શહીદ થયા છે. અગાઉ કુવૈત અને સાઉદી અરેબિયામાં ડ્રોન હુમલામાં 7 જવાનોના મોત થયા હતા, જ્યારે ગઈકાલની દુર્ઘટનામાં વધુ 6 જવાનોએ જીવ ગુમાવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં આશરે 150 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ચેતવણી આપી છે કે ઈરાન વિરુદ્ધનું અભિયાન ચાલુ રહેશે. ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે ઈરાન વળતો પ્રહાર કરશે, જેના કારણે જાનહાનિ વધી શકે છે, પરંતુ અમેરિકા પીછેહઠ કરશે નહીં.

Exit mobile version