Site icon Gujarat Mirror

ઓપરેશન સિંદૂર પછી LOC પર પ્રથમવાર ભારત-પાક. વચ્ચે ગોળીબાર

 

જમ્મુ-કાશ્મીર (PoJK)માં સતત બગડતી પરિસ્થિતિ અને જનતાના વિરોધ પ્રદર્શનથી દેશ અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સરહદ પર ફરી એક નવો પેંતરો રચ્યો છે. ગઇકાલે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (કજ્ઞઈ) પર પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પણ આ ઉશ્કેરણીજનક ગોળીબારનો સામનો કરતા પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો છે.

મળતી માહિતી મુજબ, ગઇકાલે રાત્રે આશરે 10થી 11 વાગ્યાની આસપાસ રાજૌરી જિલ્લાના તરકુંડી ફોરવર્ડ એરિયામાં પાકિસ્તાની સેના દ્વારા નાના હથિયારોથી અચાનક ભારે ગોળીબાર શરૂૂ કરી દેવામાં આવ્યો હતો. શરૂૂઆતમાં ભારતીય સેનાએ તેને માત્ર એક ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ગણીને ભારે સંયમ જાળવ્યો હતો. પરંતુ જ્યારે સરહદ પારથી ફાયરિંગ વધુ તેજ થયું, ત્યારે ભારતીય જવાનોએ પણ મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાની ચોકીઓ પર જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. આ ગોળીબાર મોડી રાત સુધી અટકતા-અટકતા ચાલુ રહ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોર્ડર પર તહેનાત ભારતીય જવાનોએ રાત્રિના સમયે સરહદ પારથી કેટલાક શંકાસ્પદ આતંકીઓની હિલચાલ જોઈ હતી. આતંકીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આશંકા જણાતા જ સેનાએ તાબડતોબ ફાયરિંગ શરૂૂ કર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ આતંકીઓને કવર ફાયર આપવા માટે પોતાના તરફથી નાના હથિયારો વડે બ્લાઇન્ડ ફાયરિંગ શરૂૂ કરી દીધું હતું.

ગયા વર્ષે સરહદ પર થયેલા ’ઓપરેશન સિંદૂર’ બાદ આ પહેલીવાર છે જ્યારે બંને દેશો વચ્ચે આટલી ભારે માત્રામાં ગોળીબાર થયો હોય. આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા ઘણી વખત સીમા પારથી ઘૂસણખોરી કરાવવાના પ્રયાસો થયા છે, જેને ભારતીય સેનાના જવાનોએ હંમેશા નિષ્ફળ બનાવ્યા છે. રાત્રિના સમયે થયેલા આ ફાયરિંગ બાદ શનિવારે સવારથી જ ભારતીય સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂૂ કરી દેવામાં આવ્યું છે.

 

ડોડામાં રાઇફલ છીનવી લેવાના પ્રયાસમાં યુવકનું મોત, ત્રણ જવાનો ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના જય વિસ્તારમાં સર્વિસ રાઇફલ છીનવી લેવાના કથિત પ્રયાસ બાદ થયેલી ગોળીબારની ઘટનામાં 30 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઊંચાઈવાળા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલના અહેવાલોને પગલે SOG ટીમે જય-ગંડોહ રોડ પર ઓચિંતો હુમલો કર્યો હતો. ગુરુવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે, SOG પાર્ટીએ એક યુવકને અટકાવ્યો જેણે કથિત રીતે કર્મચારીઓ પર હુમલો કર્યો અને સર્વિસ રાઇફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ થયેલી ઝપાઝપી દરમિયાન, SOG જવાનોએ ગોળીબાર કર્યો અને યુવાનને ગોળી વાગી હતી. જેનું પાછળથી મૃત્યુ થયું હતું. તેની ઓળખ આરીફ હુસેન તરીકે થાય છે. આ ઘટનાથી ભાદરવાહમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂૂ થયા, જેમાં સેંકડો લોકો હત્યાની ઈઇઈં તપાસની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા, જ્યારે અધિકારીઓએ ચેનાબ ખીણના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી અને સાવચેતીના પગલા તરીકે સુરક્ષા વધારી દીધી.

Exit mobile version