Site icon Gujarat Mirror

જસદણમાં દુકાનમાં આગ : 6 લોકોનો બચાવ

જસદણમાં ગીતાનગર વિસ્તારમાં દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દુકાનની ઉપરના માળે પવન ચક્કી કંપનીમાં કામ કરતા 6 કર્મચારીઓ રહેતા હતા. નીચેની દુકાનમાં આગ લાગતા તેઓ ધુમાડા અને આગના કારણે બહાર નીકળી શકયા નહોતા. ઘટનાની જાણ થતા જ જસદણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તમામ 6 લોકોને સલામત રીતે રેસ્કયુ કરી બહાર કાઢયા હતા.

આગમાં ફસાયેલા અશોકભાઈ છગનભાઈ, અનિલભાઈ મહેશભાઈ, સોમાભાઈ, લાખાભાઈ, મહિપતભાઈ અને ઓમકારભાઈનો ફાયર ટીમ દ્વારા સલામતરીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ધુમાડાના કારણે ગભરાઈ એક કર્મચારીએ કાચ તોડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી.બચાવાયેલા તમામ લોકોને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Exit mobile version