ગાંધીનગરમાં ડો.જીવરાજ મહેતા ભવનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ડો.જીવરાજ મહેતા ભવન ના બ્લોક-1માં આગ લાગી છે. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીની આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
વિગતો એવી પણ સામે આવી છે કે, ઓફિસ ટાઈમ હોવાથી કર્મચારી પણ હાજર હતા. જોકે, તમામ લોકોને સુરક્ષિત સ્થળે બહાર રાખવામાં આવ્યા છે. વધુ માહિતી મળી રહી છે કે, જૂના સચિવાલયમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે. શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લોક નંબર એકમાં આગ લાગી હતી. ત્રીજા માળે કોમ્પ્યુટર ડેસ્ક આગળ આગ લાગી હતી જે બાદ ઓફિસ બંધ હોવાથી ધુમાડો વધુ થયો હતો જેને લઇ બારીઓના કાચ તોડી ભાગ ખુલ્લો કરાયો છે.