સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહીં, માલ સામાનને નુકસાની
જામનગર શહેરના ગોવાળની મસ્જિદ નજીક તળાવ ગેટ નંબર છ પાસે આવેલ મહાનગરપાલીકાના સ્ટોર રૂૂમના ગોડાઉનમાં આગ લાગી હતી.
આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને વધુ પ્રસરે તે પહેલા કાબુમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આગ લાગવાના કારણે ગોડાઉનમાં રાખેલ સામાનને નુકસાન થયાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, પરંતુ સદભાગ્યે આ આગના બનાવમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી કે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના પગલે તંત્રએ રાહત અનુભવી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગત હજુ સ્પષ્ટ થઈ નથી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

