ભાનુશાળી વાડમાં મકાનમાં ગેસનો બાટલો લીક થતાં આગ

જામનગરમાં ખંભાળિયા નાકા નજીક ભાનુશાળી વાડ શેરી નંબર -6 માં રહેતા ગૌતમભાઈ નાથાભાઈ નામના રહેવાસી ના રહેણાક મકાનના આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં…

જામનગરમાં ખંભાળિયા નાકા નજીક ભાનુશાળી વાડ શેરી નંબર -6 માં રહેતા ગૌતમભાઈ નાથાભાઈ નામના રહેવાસી ના રહેણાક મકાનના આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો લીક થયો હતો, અને મકાનના રસોડા ના ભાગમાં આગ લાગી હતી. જે આગની જ્વાળાઓ દેખાતાં આસપાસના લોકો એકત્ર થયા હતા, અને સૌ લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ને જાણ કરવામાં આવી હતી, આથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સહી સલામત રીતે રાંધણ ગેસનો બાટલો બહાર કાઢી લઈ સંપૂર્ણપણે આગને બુજાવી દીધી હતી, જેથી આસપાસના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.