Site icon Gujarat Mirror

હારેલા બાંગ્લા કટ્ટરવાદીઓનો બળાપો દિનાજપુરમાં હિન્દુનું ઘર ભડકે બાળ્યું

બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં જ હિંસા ફાટી નીકળી છે. દિનાજપુર જિલ્લાના બિરગંજ ઉપ-જિલ્લામાં આવેલી એક ઘટનાએ લઘુમતી સમુદાયમાં ગભરાટ ફેલાવી દીધો છે. ચૂંટણી વેરવૃત્તિને કારણે અહીં એક નિર્દોષ હિન્દુ પરિવારના ઘરને આગ લગાવી દેવામાં આવી હતી, જેમાં લાખો રૂૂપિયાની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે.જ્યારે દેશભરમાં ચૂંટણી પરિણામોની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે બિરગંજ ઉપ-જિલ્લાના નિજપાડા યુનિયન હેઠળના દેબીપુર બાનિયાપારા ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અહીં રહેતા બિમલ ચંદ્ર રોયના નિવાસસ્થાનને બદમાશોએ ઘેરી લીધું હતું અને કશું સમજે એ પહેલાં જ આખા ઘરને આગને હવાલે કરી દીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પરિવારને ઘરનો સામાન બચાવવાની તક પણ મળી નહોતી.

પીડિત બિમલ ચંદ્ર રોયના જણાવ્યા અનુસાર, આ હુમલો પૂર્વ આયોજિત હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુમતી સમુદાયમાં ભય પેદા કરવાનો હતો. આગમાં પરિવારની આજીવનની બચત, અનાજ, કપડાં અને કિંમતી દસ્તાવેજો બળી ગયા છે. પ્રારંભિક અંદાજ મુજબ નુકસાનનો આંકડો લાખો રૂૂપિયામાં છે. હાલમાં આ પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે અને ન્યાયની આજીજી કરી રહ્યો છે.

ઘટનાની ગંભીરતાને જોતા, નવનિર્વાચિત સાંસદ અને સ્થાનિક બીએનપી (ઇગઙ) નેતાઓ, જેમાં મંજુરુલ ઇસ્લામ અને અમીરુલ બહારનો સમાવેશ થાય છે, તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. નેતાઓએ પીડિત પરિવારને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું અને આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી હતી.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકોમાં હજુ પણ ભારે રોષ અને ડર જોવા મળી રહ્યો છે.

દિનાજપુરમાં હિન્દુ પરિવારનું ઘર સળગાવી દેવાયું. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે કે શું આ હુમલો માત્ર રાજકીય દુશ્મનાવટને કારણે હતો કે પછી લઘુમતીઓને નિશાન બનાવવાનું કોઈ મોટું કાવતરું હતું. લઘુમતી સંગઠનોએ આ ઘટનાના દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

Exit mobile version