જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક નેરાધમ પિતા એ પોતા ની સગીર વય ની પુત્રી ઉપર નજર બગાડી હતી. અને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે ના કેસ માં અદાલતે આરોપી પિતા ને આજીવન કેદ ની સજા નો હુકમ કર્યો છે.
લાલપુર પંથક માં રહેતા હસમુખ લલિતભાઈ પોપટ નામના પિતા એ પોતા ની સગીર વય ની પુત્રી ને પોતાની હવસનો શિકાર બનાવી હતી. તેણી સાત વર્ષ ની હતી ત્યારે પિતા એ અડપલા કર્યા હતા અને દસ વર્ષ ની ઉંમર થઈ ત્યારે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી આરોપીએ બીજા લગ્ન કર્યા હતા. અને ચારેક વર્ષ પહેલાં આ સગીરા પોતાના ઘરમાં ટીવી જોતી હતી ત્યારે તેના પિતા એ પોતા ની પુત્રી ને માર મારીને મોઢે મૂંગો આપી ને દુષ્કર્મ.આચર્યું હતું. આ પછી સગીરા પુખ્ત વય ની થતા તેના લગ્ન થયા હતા પરંતુ થોડા સમય પછી તેણી ના છૂટાછેડા થતા પિતા ના ઘરે પરત ફરી હતી. ત્યારે તારીખ 26/12/2018 ના ફરી વખત પિતાએ પોતાની પુત્રી સાથે સબંધ બાંધ્યો હતો.આખરે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ની ધરપકડ કરી હતી.અને જેલ હવાલે કર્યો હતો.
આ અંગે નો કેસ જામનગર ની સ્પેશિયલ કોર્ટ માં ચાલી જતાં ન્યાયાધીશ એમ કે ભટ્ટે તમામ દલીલો સાંભળ્યા પછી આરોપી ને છેલ્લા શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદ ની સજાનો હુકમ કર્યો છે.
તેમજ ભોગ બનનાર ને છ લાખ નું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.આ કેસ માં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.