શહેરમાં વેલનાથપરા 15 દિવસથી રિસામણે બેઠેલી પરિણીતાએ દિયર અને ભત્રીજીના પ્રેમપ્રકરણની વાત કરી પિતા પાસે લગ્નની માંગણી કરી હતી. પરંતુ પિતા એ લગ્નનો ઇનકાર કરતા પુત્રીએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાં જાણવા મળતી વિગત મુજબ શહેરમાં માડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતી રવિનાબેન ગૌતમભાઇ સોલંકી નામની 22વર્ષની પરિણીતા આજીડેમ ચોકડી પાસે આવેલા વેલનાથપરા સોસાયટીમાં તેના પિતા ના ઘરે હતી ત્યારે બોપરના બે વાગ્યના અરસામાં એસિડ પી લીધુ હતી.
પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં પરિણીતાનુ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.પ્રાથમિક પુછપરછમાં રવીનાબેનના બે વર્ષ પૂર્વ ગૌતમ સોલંકી સાથે લગ્ન થયા હતા. અને હાલ છેલ્લા 15 દિવસથી પિતા દેવરાજભાઇના ઘરે રિસામણે બેઠી છે. રિસામણે બેઠેલી રવિનાબેને તેના દિયર મોહિત અને ભત્રીજી હિરલબેન વચ્ચે પ્રેમસંબંધ હોવાની પિતાને વાત કરી લગ્ન માટે માંગુ નાખ્યુ હતુ. પરંતુ પિતાએ પ્રેમસંબંધ ઠુકરાવી લગ્ન માટે ઇન્કાર કરતા પુત્રી રવિનાબેને એસિડ પી આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યુ છે. આબનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
—-

