ખંભાળિયાના ભરાણા ગામે પુત્રનાં મોતના વિરહમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો…

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

મૃતક ભગુભાનો પુત્ર આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હોય, જેના કારણે તેઓ કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા. આ વચ્ચે એકલવાયું જીવન જીવતા ભગુભાને ચિંતાગ્રસ્ત હાલતમાં મનમાં લાગી આવતા તેમણે ઉપયોગ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ પ્રભાતસિંહ જીવુભા જાડેજા (ઉ.વ. 40) એ વાડીનાર મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂૂરી નોંધ કરી હતી.જયારે બીજી ઘટનામાં, ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધવલ અશોકભાઈ અરીલા નામના 25 વર્ષના શખ્સ દ્વારા તેના કબજા હેઠળના ખંઢેર મકાનમાં વેચાણ અર્થે લઈને છુપાવી રાખવામાં આવેલા રૂૂપિયા 75,795 ની કિંમતના 111 બોટલ વિદેશી દારૂૂના જથ્થા સાથે તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

દારૂૂનો આ જથ્થો તેણે રણજીત ઉર્ફે રણીયો મેર નામના શખ્સ પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે આ અંગે ધવલ અરીલાની અટકાયત કરી, રણજીત રણીયો મેરની શોધખોળ હાથ ધરી છે.