Site icon Gujarat Mirror

હળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોત

મિયાણી ગામ નજીક વાડી પાસ આવેલ તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા ગયા હતા અને તળાવના પાણીમાં ડૂબી જતા પિતા અને પુત્રીના કરુણ મોત થયા હતા હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સંજયભાઈ પારસિંગભાઈ રાઠવા (ઉ.વ.41) અને તેની દીકરી ક્રિષ્ના રાઠવા (ઉ.વ.03) બંને મિયાણી ગામની સીમમાં આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા અને અકસ્માતે તળાવના પાણીમાં ડૂબી જતા પિતા અને પુત્રીના મોત નીપજ્યા છે હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Exit mobile version