જૂની પેન્શન યોજના બાબતે અમદાવાદમાં સરકાર સામે એક દિવસનું વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં મંગળવારે તમામ બેંકોના નિવૃત પેન્શનરો દ્વારા ભૂખ હડતાલ સૂત્રોચાર અને દેખાવો સહિતના કાર્યક્રમો યોજાશે. વર્ષો સુધી દેશની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ફરજ બજાવનાર બેંકની પ્રગતિમાં યોગદાન આપનાર અને નિવૃતિ બાદ માતૃસંસ્થાનું હિત જેના હૈયે સદા માટે રહેલ છે તેવા સમગ્ર ભારતના લાખો બેંક કર્મચારીઓને સ્પર્શતો અને વખતોવખત રજુઆતો કરવા છતા વર્ષો જુની પેન્શન વધારાની ન્યાયી અને વ્યાજબી માંગણી પરત્વે આંખ આડા કાન કરવામાં આવેલ છે, પેન્શન વધારાની માંગણી પ્રત્યે ધ્યાન અપાતુ નથી અને પ્રશ્નને ટલ્લે ચડાવવામાં આવતો હોય, જેમની પાસે જીવનના અનુભવનું ભાથુ છે, અનેક તડકી છાંયડી, સુખ દુ:ખ ચડતી પડતી જોયેલી છે તેવા દેશભરના તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના લાખો પેન્શનર ભાઈઓ બહેનોમાં દુ:ખ સાથે રોષ જોવા મળી રહયો છે, ત્યારે પેન્શન વધારાના આર્થિક મુદાની લાંબા સમયની વણઉકેલ માંગણી બાબતે કોઓર્ડિનેશન ઓફ બેન્ક પેન્શનર્સ એન્ડ રિયાટરિઝ ઓર્ગેનાઈઝેશન તેમજ ફેડરેશન ઓફ પેન્શનર્સ એસોસિએશન દ્વારા એક દિવસીય ભૂખ હડતાલ, સૂત્રોચાર અને દેખાવો યોજવાનું નકકી કરેલ છે, જે અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા પેન્શનર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરી અને બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ સંગઠનના કોમરેડ આર.એસ. ત્રિવેદીના નેતૃત્વમાં અમદાવાદની તમામ બેંકોના પેન્શનર્સ સંગઠનોના આગેવાનોની મળેલ મીટીંગમાં નકકી થયા મુજબ રાજયની આર્થિક રાજધાની અને હેરીટેજ સીટી અમદાવાદમાં પેન્શન વધારાની સરકાર પાસે પડેલ લાંબા સમયની માંગણી બહેરી અને નિંદ્રાધિન સરકારના ધ્યાને લાવવા અને ઝડપી ઉકેલ માટે પહેલા. તબકકામાં એક દિવસીય લડતનં આયોજન કરવામાં આવેલ છે.
આવતીકાલે મંગળવારના રોજ સવારના 10 થી 5 વાગ્યા સુધી અમદાવાદના સુભાષ બ્રિજ પાસે અભય ઘાટની બાજુમાં આવેલ કલેકટર કચે સામે ભૂખ હડતાલ, સૂત્રોચાર તેમજ દેખાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં સ્ટેટ બેંક પેન્શનર્સ એસોસિએશન રાજકોટના કોમરેડ શરદ દવે, અનુપમ દોશી, શિરીષ કચ્છી વગેરે ભાગ લેશે.

