Site icon Gujarat Mirror

નથુવડલા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતાં મોત

ટ્રાન્સફોર્મરમાં લાઇટ ચેક કરતી વેળા બનાવ બન્યો

જામનગરના એક ખેડૂત યુવાનને વીજ પોલ પર પર ચડીને ટ્રાન્સફોર્મર માં લાઈટ ચેક કરતી વેળાએ એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજયું છે.


આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિલીપભાઈ અમરશીભાઈ કગથરા નામના 45 વર્ષના ખેડૂત યુવાન ગઈકાલે બપોરે આશરે 2.30 વાગ્યાના અરસામાં પોતાની વાડી પાસે આવેલા ટ્રાન્સફોર્મર ઉપર ચડીને લાઈટ ચેક કરવા જઈ રહ્યા હતા.


જે દરમિયાન અચાનક તેને ટીસીમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા. ત્યારબાદ તેને તાત્કાલિક અસરથી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાક્ષ ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના સંબંધી ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ કગથરાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.સોઢીયા બનાવના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version