રતનપરમાં ખેતમજૂરીના પૈસાની ઉઘરાણી કરતા શ્રમિકને વાડીમાલિકે લાકડીથી ફટકાર્યો

શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા રતનપર ગામે ખેતમજૂરી કરતા શ્રમિક આધેડે મજૂરીના પૈસાની ઉઘરાણી કરતા વાડી માલિકે લાકડી વડે માર મારતા તેને સારવાર માટે…

શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા રતનપર ગામે ખેતમજૂરી કરતા શ્રમિક આધેડે મજૂરીના પૈસાની ઉઘરાણી કરતા વાડી માલિકે લાકડી વડે માર મારતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ રતનપર ગામે શૈલેષભાઇની વાડીએ રહેતો કીશીયાભાઇ ગલાલાભાઇ પકોડીયા (ઉ.વ.45) આજે સવારે વાડીએ હતો ત્યારે ભરત કનુ પટેલે લાકડી વડે માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં તેની પુત્રી આરોપી ભરતભાઇની વાડીએ 10 િેદવસ મજૂરી કામ કરવા ગઇ હતી. તેના રૂા.3500 લેવાના હોય જેની ઉઘરાણી કરતા વાડી માલિકે માર માર્યાનું જાણવા મળ્યુ છે.