નાકરાવાડીમાં વાડીએ વીજ શોકથી ખેતમજૂરનું મોત

  કુવાડવાના નાકરાવાડી ગામે રૈયાભાઇ ફાંગલીયાની વાડીએ ખેતીકામ કરતા સુમીત શૈલેષભાઇ સોલંકી નામના 18 વર્ષના યુવાનનુ વીજ શોકથી મૃત્યુ નીપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા…

 

કુવાડવાના નાકરાવાડી ગામે રૈયાભાઇ ફાંગલીયાની વાડીએ ખેતીકામ કરતા સુમીત શૈલેષભાઇ સોલંકી નામના 18 વર્ષના યુવાનનુ વીજ શોકથી મૃત્યુ નીપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા સુમીતને 108 મારફતે સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો જયા તેમને ફરજ પરના તબીબ ડોકટર સપનાબેન મહેતાએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટના મામલે સિવિલ હોસ્પીટલના સ્ટાફે તુરંત કુવાડવા પોલીસ મથકને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ કરમશીભાઇ તુરંત સિવિલ હોસ્પીટલે પહોંચી ગયા હતા અને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો.

મૃતક સુમીત સોલંકી 3 ભાઇમા મોટો અને અપરણીત હતો તેમજ પોતે પરીવાર સાથે રૈયાભાઇ ફાંગલીયાની વાડીએ ખેતમજુરી કરી પરીવારને મદદરૂપ થતો હતો. વીજ શોક કઇ રીતે લાગ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામા આવી રહી છે.