Site icon Gujarat Mirror

હળવદમાં નજીવા પ્રશ્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી, બે ઘવાયા

 

હળવદમાં સરા રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં કૌટુંબીક પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ને મારામારી થઇ હતી. જેમાં સામસામે પક્ષે બે યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વળતરમાં સરા રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા બુટાભાઇ જીવાભાઇ રાઠોડ (ઉ.વ.30) સવારના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર નજીક હતો ત્યારે ચમનભાઇ સહીતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જયારે વળતા પ્રહારમાં રાકેશભાઇ મનસુખભાઇ રાઠોડને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version