Site icon Gujarat Mirror

કારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

વ્યાજ ચૂકવવા 1.25 કરોડની લોન લીધી છતા ધમકીઓ મળતા ઝેરી ટીકડા ખાધા

કોઠારીયા ગામમાં રામજી મંદિર પાસે રહેતા અને લોઠડા ગામે તિરૂૂપતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જય ગાત્રાળ ટેકનોકાસ્ટ નામનું કારખાનું ધરાવતાં સુરેશભાઈ લક્ષ્મણભાઈ સાંગાણી (ઉ.વ.55)એ બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઘઉંમાં નાંખવાના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આજી ડેમ પોલીસે ખોખડદળ ગામે રહેતાં રામાભાઈ ભરવાડ અને મનિષ રંગાણી વિરૂૂધ્ધ ગુનો નોંધી બંનેની પૂછપરછ શરૂૂ કરી છે.

ફરિયાદમાં સુરેશભાઈએ જણાવ્યું છે કે તેના કારખાના પાસે રામાભાઈની ચાની દુકાન હોવાથી મિત્રતા હતી. તેને ધંધા માટે અને પુત્રીની સગાઈ, લગ્ન માટે રૂૂા.20 લાખની જરૂૂર પડતાં રામાભાઈ પાસેથી 10 ટકા વ્યાજે રકમ લીધી હતી. જેનું દર મહિને રૂૂા.2 લાખ વ્યાજ ચુકવતા હતા. ત્રણેક વર્ષમાં વ્યાજ અને પેનલ્ટી મળી રૂૂા.80 લાખ ચુકવી દીધા હતા. આમ છતાં હજુ રૂૂા.15.50 લાખની માગણી કરતા હતા.

તેનું વ્યાજ ભરવા માટે મનિષ પાસેથી રૂૂા.5 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. તેને પણ દર મહિને રૂૂા.50 હજાર વ્યાજચુકવતા હતા. બે વર્ષમાં રૂૂા.10લાખ ચુકવી આપ્યા છે. આમ છતાં હજૂ રૂૂા.પ લાખની ઉઘરાણી કરે છે. બંને આરોપીઓને વ્યાજ ચુકવવા માટે 9 બેંકોમાંથી રૂૂા.1.25 કરોડની લોન લીધી હતી. છેલ્લા ચારેક માસથી કારખાનું બરાબર નહીં ચાલતાં વ્યાજ ચુકવી શક્યાન હતા. જેને કારણે બંને આરોપીઓ અવાર-નવાર રૂૂબરૂૂ અને ફોનમાં પઠ્ઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

ત્રણે માસ પહેલાં બંને આરોપીઓ તેના કારખાને આવ્યા હતા અને અમારે અત્યારે જ વ્યાજ અને મુડી જોઈએ છે. તેમ કહી ગાળો ભાંડી, તેને સમાજમાં બદનામ કરવાની અને દિકરાનું સગપણ નહીં થવા દેવાનું કહ્યું હતું. એટલું જ નહીં તેના ટેબલના ખાનામાંથી તેની પત્નીના નામે પેઢી હોવાથી તેની સહીવાળા બે કોરા ચેક લઈ ગયા હતા.

જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આખરે કંટાળીને ગઈ તા.3નાં રોજ ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા પી લીધા હતા. જેથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.ગઈકાલે ભાનમાં આવ્યા બાદ આખરે આજે બંને આરોપીઓ વિરૂૂધ્ધ આજી ડેમ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.એમ.શાખરા તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version