Site icon Gujarat Mirror

જામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશે

જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂૂ કરાયેલી એરક્ધડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ 25 ઈ-બસો ફાળવવામાં આવતાં હવે શહેરમાં કુલ 50 એરક્ધડીશન્ડ ઈ-સીટી બસો ઉપલબ્ધ બની છે. આ નવી બસોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

ગત 16 જૂનથી 25 ઈ-બસો પાંચ રૂૂટ પર દોડી રહી છે. હવે વધુ 25 બસો મળતાં શહેરમાં નવા સાત રૂૂટ ઉમેરવાની તૈયારી હાથ ધરાઈ છે. નવા રૂૂટ દ્વારા શહેરથી 10થી 15 કિલોમીટરના અંતરે આવેલા ધુંવાવ, અલીયાબાડા, નાઘેડી, લાખાબાવળ, દરેડ, મસીતીયા, કનસુમરા અને દડીયા જેવા ગામોને સીધી બસ સેવા સાથે જોડવામાં આવશે. મહાનગરપાલિકાએ શહેરમાં નિર્ધારિત 222 બસ સ્ટોપ પૈકી 110 સ્થળોએ રૂૂટની માહિતી દર્શાવતા આધુનિક પાટિયાં લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે, જ્યારે બાકીના સ્થળોએ પણ કામગીરી ઝડપથી ચાલી રહી છે.

નવી બસો તાજેતરમાં ઈ-બસ ડેપો ખાતે પહોંચી ગઈ છે. ભારે વરસાદની આગાહીના કારણે લોકાર્પણ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ નવા રૂૂટની સત્તાવાર જાહેરાત પણ કરાશે. હાલ શહેરમાં પાંચ મુખ્ય રૂૂટ પર દર 30 મિનિટે ઈ-સીટી બસ ઉપલબ્ધ રહે તે રીતે સેવા ચાલી રહી છે. નવા રૂૂટ શરૂૂ થતાં જીઆઈડીસી વિસ્તાર, નવા વિકસતા રહેણાંક વિસ્તારો તેમજ શહેરને અડીને આવેલા ગામોના હજારો લોકોને સસ્તી, સુરક્ષિત અને એરક્ધડીશન્ડ જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે.

સિટી બસની તમામ રૂટની માહિતી મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ
સિટી બસની તમામ રૂૂટની માહિતી હવે મુસાફરોને મોબાઇલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બસ પાસની અરજી અને રિન્યૂઅલ, ઓનલાઈન ટિકિટ તથા પાસ બુકિંગ, નજીકના બસ સ્ટોપની માહિતી, લાઈવ સિટી બસ ટ્રેકિંગ, બસના આગમનના અંદાજિત સમયની જાણકારી તેમજ અન્ય અનેક મુસાફરલક્ષી સુવિધાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે. આ ડિજિટલ સેવા મુસાફરોની મુસાફરીને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવે છે.

ઈ-સિટી બસના 12 નવા રૂટ જાહેર કરાયા
જામનગર શહેરમાં જાહેર પરિવહનને વધુ સુવિધાજનક અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે ઈ-સિટી બસ સેવાના 12 નવા રૂૂટ જાહેર કરવામાં આવ્યા છે. નવા રૂૂટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમજ આસપાસના ગામોને બસ સેવા સાથે જોડવામાં આવ્યા છે. જાહેર કરાયેલા રૂૂટ મુજબ બસ સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જાહેર કરાયેલા નવા રૂૂટમાં સાત રસ્તા સર્કલથી આમરા ગામ, રામેશ્વરથી મસીતીયા ગામ, સાત રસ્તાથી ચેલા ગામ, સાત રસ્તા સર્કલથી અલીયા ગામ, ઢીંચડાથી ટાઉનહોલ, પોલિટેકનિક કોલેજથી રણજીતસાગર ડેમ, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, સાત રસ્તાથી સાત રસ્તા (સર્ક્યુલર રૂૂટ), દરબારગઢથી દરેડ, આઈ.એન.એસ. વાલસુરાથી દરબારગઢ તથા ખીમલીયા ગામથી દરબારગઢ સુધીના રૂૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Exit mobile version