Site icon Gujarat Mirror

68 પાલિકાઓના સુકાની નક્કી કરવા કવાયત શરૂ

 

રાજકોટ જિલ્લાની જસદણ- જેતપુર- ધોરાજી- ઉપલેટા અને ભાયાવદર એમ પાંચ નગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપનો વિજય થતા ગુજરાતની અન્ય નગરપાલિકાઓ અને જુનાગઢ મહાનગરપાલિકા સાથે આ પાંચેય નગરપાલિકાઓના સુકાનીઓની પસંદગી માટેની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. આજે ભાજપના નિરીક્ષકો ઝવેરીભાઇ ઠકરાર તથા કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરાએ એક બાદ એક પાંચેય નગરપાલિકાઓના ચુંટાયેલા સભ્યો તથા તાલુકા અને જિલ્લા ભાજપના અપેક્ષીત હોદેદારોની સેન્સ લીધી હતી અને તેમને રૂબરૂ સાંભળ્યા હતા.

જિલ્લાની પાંચેય નગરપાલિકાઓના પ્રમુખ- ઉપપ્રમુખ સહીતના હોદેદારો અનગે નિરીક્ષકોએ રજુઆતો સાંભળી હતી. જરૂર પડે તો આવતીકાલે પણ સેન્સ પ્રક્રીયા ચાલુ રહેશે અને ત્યારબાદ પ્રદેશ ભાજપને રિપોર્ટ સોંપશે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાજકોટની પાંચ સહીત રાજયની 68 નગરપાલિકાઓ અને જુનાગઢ મહાનગર પાલિકાના નવા સુકાનીઓના નામો નક્કી કરવામાં આવનાર છે.

આજે સેન્સ પ્રક્રીયા દરમિયાન જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા તથા મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશ હેરભા વિગેરે હાજર રહ્યા હતા.

Exit mobile version