Site icon Gujarat Mirror

તમે ભલે મરી જાવ અમને વ્યાજ અને મુદ્લ આપવા પડશે, વ્યાજખોરોથી કંટાળી યુવાને ઝેરી દવા પીધી

દૂધસાગર રોડ પર ગુ.હા. ક્વાર્ટરમાં રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં રહેતા અને માતા સાથે ટુર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતાં ખોડાભાઈ ઉર્ફે ખુશાલ બાબુભાઈ પરસાણા (ઉ.વ.28)એ મહિલા સહિત ચાર વ્યાજખોરો પાસેથી અલગ-અલગ વ્યાજે લીધેલા રૂૂા. 4.10 લાખના મુદ્દે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી 12 વ્યાજખોરો ત્રાસ ગુજારતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ખોડાભાઈ ઉર્ફે ખુશાલની ફરિયાદ પરથી વ્યાજખોર મુમતાઝબેન, બાબર, શિવરાજસિંહ અને દેવેન્દ્ર સામે થોરાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ખોડાભાઈએ પોલીસને જણાવ્યું કે તે માતા સાથે ટુર એન્ડ ટ્રાવેલ્સ બસની યાત્રા કાઢી ધંધો કરે છે. માતા ભારતીબેનને મણકાની ચાર ગાદી ખસી ગઇ હોવાથી સારવાર માટે પૈસાની જરૂૂરિયાત ઉભી થતાં છએક મહિના પહેલાં મુમતાઝબેન (રહે. એકતા સોસાયટી, જંગલેશ્વર) પાસેથી 15 ટકા વ્યાજે રૂૂા. 1.50 લાખ લીધા હતાં. જેનું રૂૂા. 30 હજાર વ્યાજ ચૂકવ્યું હતુ.આ સમયે આરોપીને તેના અને તેના માતાના નામનો એક-એક ચેક આપેલો હતો.

ત્યારબાદ ત્રણ-ચાર માસ પહેલા આરોપી બાબર અને શિવરાજસિંહ પાસેથી 10 ટકા વ્યાજે રૂૂા. 1.80 લાખ લીધા હતાં. જેના રૂૂા. 90 હજાર ચૂકવ્યા હતા. આ બંને આરોપીઓને પણ તેનો અને તેના માતાના નામનો ચેક આપેલો હતો.ત્યારબાદ ત્રણેક માસ પહેલાં આરોપી દેવેન્દ્ર પાસેથી દરરોજનું રૂૂા. 3200 વ્યાજ લેખે 80 હજાર લીધા હતાં. તેને પણ ચેક આપેલો હતો.કરતાં આ તમામ આરોપીઓ તેના ઘરે જઈ મૂળ રકમ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન-પરેશાન કરતાં હતાં.

એટલું જ નહીં અવારનવાર તેને અને તેના માતા ભારતીબેનના ફોનમાં ફોન કરી વ્યાજ આપી દેવાં ધમકાવી ત્રાસ આપતા હતા. તેને આરોપીઓને અમારી પાસે સગવડ થશે ત્યારે તમને પૈસા આપી દઈશું તેમ કહી સમજાવ્યા હતા પરંતુ તે સમજતા ન હતાં. એટલું જ નહીં તેને વધુ પરેશાન કરી, ત્રાસ ગુજારી આરોપીઓએ તમે ગમે તે કરો કે મરી જાવ, પણ અમને સમયસર વ્યાજ અને મૂળ રકમ આપી દેજો તેમ કહેતાં કંટાળી જઈ તેને આજે બપોરે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લેતાં સિવિલમાં ખસેડાયો હતો.

Exit mobile version