રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં રેલનગર વિસ્તાર માં આવેલ રાજનગર સોસાયટી મેઇન રોડ ઉ5ર આવેલ આશિર્વાદ સ્કુલની પાસે આવેલ રેવન્યુ સર્વે નં. 605 પૈકીની સરકારી યુ.એલ.સી જમીન અંદાજે ચો.મી. 250-00 જમીન ઉ5ર છેલ્લા કેટલાંક સમયથી ગેરકાયદેસર દબાણો થઇ ગયેલા. જેને આજે પૂર્વ મામલતદારે હટાવી 1.5 કરોડની જમીન ખૂલ્લી કરી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂૂપે પ્રાંત અઘિકારી ચાંદનીબેન 5રમાર ના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડાની અઘ્યક્ષતામાં તેમની ટીમ દ્વારા આજરોજ સરકારી યુ.એલ.સી. જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. જેમાં ત્રણ દુકાન અને તેની ઉપર રહેણાક મકાન તથા એક રહેણાક બનાવવામાં આવેલ જે દૂર કરવામાં આવ્યા અને સરકારી યુ.એલ.સી, જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મામલતદાર કચેરી તરફથી લેન્ડ રેવન્યુ કોડની કલમ-202 હેઠળ રસીકભાઇ રાઠોડ એજાઝભાઇ જુનેજા,ઘનજીભાઇ સોલંકી વિગેરે આસામીઓ દ્વારા સરકારી જમીનમાં મકાનો તથા દુકાનો બનાવી 300 વારની સરકારી જમીન 5ર ગેરકાયદેસર કબજો કરેલ હોવાથી નોટીસો આ5વામાં આવી અને નિયમોનુસાર દબાણ હટાવની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસર સત્યમભાઇ શેરસીયા, નાયબ મામલતદાર મલેક સર્ફરાજ મલેક, તલાટી ઘારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

