Site icon Gujarat Mirror

મારવાડી કોલેજમાં એન્જિનિયરિંગના છાત્રનો હરસની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત

 

હોસ્પિટલમાં સારવાર લીધી પરંતુ સારું ન થતા ગઇકાલે હોસ્ટેલમાં જ પગલું ભરી લીધું: તેલગંણા રહેતા પરિવારને જાણ કરી

રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા તેલંગાણાના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો કાફલો દોડી ગયો છે.

મળતી વિગત મુજબ, મૂળ તેલંગાણાના શારેડ્ડી સાઈરામ રેડ્ડી નામના કોમ્પ્યુટર એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર રૂૂમ નંબર ડી 104માં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.પોલીસે જાણ થતા ઘટના સ્થળે દોડી જઈને મૃતદેહને પીએમ માટે મોકલી આપવા સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,આ યુવાન અહીં એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે.પોતે રૂૂમ પર એકલો હતો અને તેમના રૂૂમ પાર્ટનર બહાર ગયા હતા તેઓ અહીં રૂૂમ પર આવ્યા ત્યારે તેઓને જાણ થઈ કે શારેડ્ડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મામલે તેઓએ કોલેજના જવાબદાર લોકોને જાણ કરી હતી. તેમજ ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂૂ કરી મૃત્યુ પામેલ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો અને તેલંગણા રહેતા તેમના પરિવારને જાણ કરતા તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા.પોલીસે જણાવ્યું કે શારેડ્ડીએ ચાદર વડે આ પગલું ભરી લીધું હતું હાલ તેમની પાસેથી કોઈ ચિઠ્ઠી મળી આવી નથી પોલીસમાંથી વિગતો મળી હતી કે, યુવાન એક બહેનનો એકને એક ભાઇ હતો, તેમજ તેમને હરસની બીમારી હતી. તેમજ તેમને સારવાર માટે અગાઉ દાખલ પણ કરાયો હતો. પરંતુ તેમને સારૂ ન થતા અંતે બીમારીથી કંટાળી પગલુ ભરી લીધુ હતુ.

Exit mobile version