Site icon Gujarat Mirror

હાલાર પંથકમાં વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ચેકિંગ

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે બુધવારે જામનગર શહેરના સનસીટી, મહાપ્રભુજી ની બેઠક, કાલાવડ નાકા બહારની સોસાયટી, બેડી રિંગ રોડ સોસાયટી સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ કરાયું હતું.

જ્યારે જામનગર તાલુકાના મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, મોટા લખિયા, વસઈ, બેડ, અને નાઘેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું. જ્યારે લાલપુરના હરીપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિજ ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગઈકાલે કુલ 43 જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 12 જવાનો, 20 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફર ને જોડવામાં આવ્યા હતા.
ગઈકાલે કુલ 580 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા.જેમાં થી 90 વીજ જોડાણ માં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓ ને કુલ રુ.1,22,40,000 નાં વીજ ચોરી ના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.

Exit mobile version