Site icon Gujarat Mirror

રાજકોટમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ઇલેક્ટ્રિશિયનનું મોત

મૂળ ગોંડલના ગુંદાસરા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતો ઇલેક્ટ્રિશિયન યુવાન શાપરમાં કામ પતાવી રાજકોટ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ટીલાળા ચોકડી પાસે બાઈક સ્લીપ થતા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોખની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ગુંદાસરા ગામના વતની અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર કણકોટના પાટીયા પાસે રહેતા અને ઇલેક્ટ્રીકનું કામ કરતા ભરતભાઈ ધીરજભાઈ ઠુંમર નામનો 37 વર્ષનો યુવાન ગઈકાલે શાપરથી પોતાનું બાઈક લઇ રાજકોટ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ટીલાળા ચોકડી પાસે પહોંચતા ભરતભાઈ ઠુંમરે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું.

જે બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇલેક્ટ્રિશિયન યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભરતભાઈ ઠુંમર બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે શાપરમાં ઈલેક્ટ્રીકના કામ સબબ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે બાઈક સ્લીપ થતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version