Site icon Gujarat Mirror

ગાયકવાડીમાં સડો થઈ ગયેલા પગમાં ધતુરો લગાવતા વૃધ્ધાની તબિયત લથડી, મોત

ડાયાબિટીસ હોવાથી વૃદ્ધને બે મહિનાથી પગમાં સડો થઈ ગયો હતો : પાંચ દિવસથી ધતુરાના પાંદડા લગાવ્યા હતાં

રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં આવેલી ગાયકવાડીમાં રહેતા વૃદ્ધાને ડાયાબીટીસને કારણે સડો રહેતો હોય જેથી તેમને કોઈ સંબંધીએ ધતુરાનો રસ લગાવવાનું કહેતા તેમણે તે રસ લગાવ્યો હતો અને તેમને ઝેરી અસર થતા તેમની તબિયત લથડી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વધુ વિગતો મુજબ, ગાયકવાડીમાં રહેતા કમુબેન રમેશભાઈ વઢવાણીયા નામના 60 વર્ષમાં વૃદ્ધા ને પોતાના પગમાં પાક થઈ જતા તેઓ ની તબિયત લથડી હતી અને આ સમયે તેમને ડાયાબિટીસ પણ હોય જેથી કોઈએ તેમને ધતુરાના પાંદડા અને રસ આ પગમાં થયેલા પાકમાં લગાડવાનું કહેતા તેઓએ ધતુરાનો રસ અને પાંદડા છેલ્લા ચારેક દિવસથી પગમાં લગાડ્યા હતા અને જેમને કારણે તેમની તબિયત લથડતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.મૃતક કમુબેનના પતિ હયાત નથી અને તેમને સંતાનમાં એક દીકરી અને એક પુત્ર હોવાનું પ્ર.નગર પોલીસ મથક માંથી જાણવા મળ્યું છે.

Exit mobile version