Site icon Gujarat Mirror

ખોડિયારનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

મોરબી રોડ ઉપર પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પી લેતાં તબિયત લથડી

શહેરમાં આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડીયારનગરમાં રહેતાં પ્રૌઢે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આજી વસાહત ખોડીયારનગરમાં રહેતાં મુકેશભાઈ મેરૂભાઈ (ઉ.45)પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં મુકેશભાઈ બેભાઈ એક બહેનમાં મોટા છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર ગૌતમ જોઈ જતાં મુકેશભાઈનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ પર આવેલી ભોલેનાથ ટાઉનશીપમાં રહેતી નંદનીબેન જતીનભાઈ અઘારા નામની 21 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્યકારણોસર જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version