Site icon Gujarat Mirror

જડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત

શહેરમાં આજીડેમ વિસ્તારમાં આવેલા જડેશ્ર્વર વેલનાથમાં રહેતા પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ અંગે મળતી વિગત મુજબ આજીડેમ નજીક જડેશ્ર્વર વેલનાથમાં રહેતા ગીતાબેન લાભુભાઇ મગવાણીયા નામના 45 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા પાંચ સ્થળે પરિણીતા સહિત પાંચ લોકોએ કોઇ અગમ્ય કારણસર જવલનશીલ પ્રવાહી પીલીધુ હતુ. જેમાં જયપ્રકાશ નગરમાં મુબારક કાસમભાઇ રતનીયા (ઉ.વ.30), કોઠારીયામાં દિનેશ પૂનાભાઇ ચાવડા (ઉ.વ.39), ગોંડલ રોડ પર મનીષ વિઠ્ઠલભાઇ બદાણીયા (ઉ.વ.32), ગોકુલધામ કવાર્ટરમાં રૂપેશ મુંકુદરાય પોપટ (ઉ.વ.45), પારડીમાં પાર્થ ચંદ્રકાંતભાઇ રાઠોડ (ઉ.વ.30) અને ત્રિકોણબાગ પાસે ફાલ્ગુનીબેન કલ્પેશભાઇ સોલંકી (ઉ.વ.22)એ કોઇ અગમ્ય કારણસર જવલનશીલ પ્રવાહી પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઉપરોક બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version