Site icon Gujarat Mirror

કાલાવડમાં એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું બેભાન થતાં મોત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના વરૂૂડી માતાના મંદિર પાસે રહેતા અને એકલવાયું જીવન જીવતા રાજુભાઈ બાબુભાઇ વર્મા (ઉંમર વર્ષ 50) કે જેઓ ગત 6.2.2025 ના રોજ એકાએક બેશુદ્ધ બનીને પડ્યા હતા.જેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજયું છે.આ બનાવ અંગે ખંઢેરા ગામ પાસે રહેતા પીન્ટુભાઇ મુકેશભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિ.જે જાદવ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version