Site icon Gujarat Mirror

જામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં બુઝુર્ગનું ખુરશીમાં બેઠા બેઠા મોત

જામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા મહેશભાઈ મૂળશંકરભાઈ ભટ્ટ નામના 69 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાના ઘેર ખુરશી પર બેઠા હતા,જે દરમિયાન એકો એક બેશુદ્ધ બની ગયા હતા, અને કશું બોલતા ન હતા. આ અંગેની જાણ થવાથી પાડોશમાં જ રહેતા ફોટોગ્રાફર હર્ષિતભાઈ તરુણભાઈ પોપટ દોડી આવ્યા હતા, અને સૌ પ્રથમ 108 ની ટીમને બોલાવી લીધી હતી, ત્યારબાદ મહેશભાઈ ભટ્ટને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

મૃતક પગની બીમારીથી પીડાતા હતા. આ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે.વજગોળ તેમની ટીમ સાથે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version