Site icon Gujarat Mirror

જંગલેશ્ર્વરમાં પાણી ભરતી વેળાએ ભોં ટાકામાં પડી જતાં વૃધ્ધનું મોત

oplus_2097184

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધ પોતાના ઘરે પાણીના ભોં ટાંકામાંથી પાણી ભરતાં હતાં ત્યારે અચાનક ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્વર શેરી નં.25માં રહેતા વેરસિંહ ભનુભાઈ ભોજવીયા (ઉ.68) નામના વૃધ્ધ આજે સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે ભોં ટાંકામાંથી પાણીની ડોલ ભરતાં હતાં ત્યારે અચાનક પાણીના ટાંકામાં પડી જતાં ડૂબીજવાથી તેમનું મોત નિપજ્યું હતુ બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ ચોકીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ બે બહેનમાં મોટા અને તેમને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Exit mobile version