Site icon Gujarat Mirror

બસપોર્ટમાં બસના ચાલકે ઠોકરે લેતા વૃધ્ધનું મોત

દવાનું પાર્સલ કયાંથી લેવાનું? સિક્યોરિટીને પૂછવા ગયા ને કાળ ખેંચી ગયો

બસચાલક સામે ગુનો નોંધાયો, બ્રેક ફેઇલ થતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ

રાજકોટના એસટી બસ પોર્ટમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. પાર્સલ લેવા બસપોર્ટમાં જતાં વૃધ્ધને બ્રેક ફેઇલ થવાના કારણે એક્ઝીટ ગેઈટ પાસે એસટી બસના ચાલકે હડફેંટે લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. વૃધ્ધને હડફેટે લીધા બાદ બસ દિવાલ સાથે અથડાઈ ઉભી રહી ગઇ હતી. એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી હતી.

બનાવની વધુ વિગતો મુજબ,શહેરના મોટામવા કર્ણાવતી પાર્ટી પ્લોટ સામે આવેલા અલ્ટોસા બી વિંગ બ્લોક નં 502માં રહેતા દિનેશભાઈ લીલાધરભાઈ મારવણીયા ઉ.65 નામના વૃધ્ધ સમી સાંજે ઢેબર રોડ પર આવેલા એસટી બસ સ્ટેન્ડ પાસે બહાર રોડ પર ઉભા હતા ત્યારે રાજકોટ-બરવાળા રૂૂટની બસે વૃધ્ધને પાછળથી ઠોકરે લેતા માથે-શરીરે ગંભીર ઈજા પહોંચી હોવાથી તાકિદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે વૃધ્ધને તપાસી મૃત જાહેર કરતા હોસ્પિ.ચોકીના સ્ટાફે નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પીએસઆઈ બી.વી. બોરીસાગર સહિતનો સ્ટાફ દોડી જઈ જરૂૂરી કાર્યવાહી કરી હતી.

તપાસ હાથ ધરતા મૃતક વૃધ્ધ બસ સ્ટેન્ડમાં આવેલ કુરીયરની ઓફિસમાં પાર્સલ આવ્યું હોય જેથી તે લેવા આવ્યા હતા.તે દરમ્યાન ચોકીદારને કુરીયર ઓફિસના સરનામાનું પુછી રહ્યા હતા.ત્યારે કાળ બની આવેલ બસે ઠોકરે લેતા ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજયું હતું.દિનેશભાઈ ત્રણ ભાઈઓ મોટા હતા.

તેમને સંતાનમાં એક દીકરો એક દીકરી છે.તેઓ તેમનાં મિત્ર કમલેશભાઇ સાથે કારમા બસ સ્ટેશન ખાતે દવાનુ પાર્સલ લેવા આવ્યા હતા. આ સમયે દીનેશભાઇ સીકયોરીટીને પાર્સલ કયાથી લેવાનુ તેવુ પુછવા ગયા હતા અને કમલેશભાઇ બહાર કારમા બેઠા હતા. ત્યારે અકસ્માતની ઘટના ઘટી હતી. મૃતક દીનેશભાઇ અગાઉ મુંબઇ અને ત્યારબાદ અમેરીકા ખાતે રહેતા હતી. તેમનાં સંતાનો પણ વીદેશમા રહે છે. અહી તેઓ તેમની પત્ની સાથે રહેતા હતા. અકસ્માતની ઘટના બનતા હાલ વીદેશ રહેતા તેમનાં સંતાનોને બનાવની જાણ કરવામા આવતા તેઓ રાજકોટ આવવા માટે રવાના થયા છે.

અકાળે બનેલા બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.આ ઘટના બસની બ્રેક ફેઈલ થવાને કારણે બની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યું છે.બનાવને પગલે બસપોર્ટ પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.એ ડિવિઝન પોલીસે આ મામલે મૃતક દિનેશભાઈના ભાઈ સુરેશભાઈ મારવાણીયા (ઉ.વ.62, રહે. પંચાયત ચોક, યુનિ.રોડ)ની ફરિયાદ પરથી બસ ચાલક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે રાજકોટ બસ પોર્ટ જાણે અકસ્માત ઝોન બની ગયુ હોય તેમ નવા બસ પોર્ટમા અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને ર્નીદોષ વ્યકિતનો ભોગ લેવાય છે. અગાઉ પણ ઘણીવાર અકસ્માતમા ર્નીદોષ વ્યકિતનાં ભોગ લેવાયા હતા.

Exit mobile version