Site icon Gujarat Mirror

શિવમ્ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત

બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડ્યો

શહેરની ભાગોળે આરટીઓ પાછળ આવેલી શિવમ સોસાયટીમાં રહેતા વૃધ્ધે માનસિબ બિમારી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ આરટીઓ પાછળ શિવમ સોસાયટી શેરી નં.2માં રહેતા ભગવાન દાસ નરભેરામભાઇ પરમાર (ઉ.વ.72)નામના વૃધ્ધે ગત શુક્રવારે રાત્રે પોતાના ઘરે ઝેરી ટીકડીઓ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ચાલુ સારવાર દરમિયાન આજે તેમનું મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાતમિક નોંધ કરી બિડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેમને માનસિક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલુ ભર્યાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

Exit mobile version