Site icon Gujarat Mirror

માલિયાસણ રેલવે બ્રિજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધે કર્યો આપઘાત

શહેરની ભાગોળે માલીયાસણ રેલવે બ્રીજ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધે આપઘાત કરી લીધો હતો. પેડક રોડ પર રહેતા વૃધ્ધે બિમારીથી કંટાળી ઘરેથી નીકળી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, પેડક રોડ પર ગુજરાત સોસાયટી શેરી નં.3માં રહેતા અરવિંદભાઈ રવજીભાઈ રૈયાણી (ઉ.65) નામના વૃધ્ધ ગઈકાલે સવારે ઘરેથી નીકળી ગયા હતાં. બાદમાં બપોરના સમયે માલીયાસણ રેલવે બ્રીજની નીચે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અરવિંદભાઈ ચાર ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને અગાઉ ચાંદી કામ કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. વૃધ્ધને બી.પી., ડાયાબીટીસ અને આતરડાની બિમારી હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Exit mobile version