Site icon Gujarat Mirror

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠનાં મોત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધરતી ધ્રુજી

કેન્દ્ર બિંદુ અફઘાનની હિન્દુકુશ પર્વત માળામાં 190 કિ.મી. અંદર

અફઘાનિસ્તાનમાં ગત મોડી સાંજે ભુકંપના ભારે આંચકાથી આઠ લોકોના મોત નિપજ્યા હતાં અને મિલકતોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ભુકંપની અસર ભારતમાં દિલ્હી સહિત ઉતર ભારતના અનેક રાજ્યો અને પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી.

દિલ્હી-NCR માં ગઇકાલે રાત્રે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ સિવાય ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધરા ધ્રૂજી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકાઓને કારણે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. રિપોર્ટ્સ અનુસાર, ક્યાંય પણ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
માહિતી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનનો સરહદી વિસ્તાર હતો, જેના આંચકા દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઘણા સમય સુધી અનુભવાયા. જમ્મુ-કાશ્મીરના ઉધમપુર, પુંછ અને કાશ્મીર ખીણમાં પણ ધરા ધ્રૂજવાને કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. આ સિવાય પાકિસ્તાનના ઈસ્લામાબાદ સહિત અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા.

ચંદીગઢના રહેવાસી બલદેવ ચંદે જણાવ્યું કે, “મને થોડી સેક્ધડો સુધી જોરદાર આંચકા અનુભવાયા.” તેઓ બીજા માળે એક ફ્લેટમાં રહે છે. જમ્મુ-કાશ્મીરના એક અધિકારીએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 5.9 હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં 36.398 ડિગ્રી ઉત્તર અક્ષાંશ (Latitude) અને 70.878 ડિગ્રી પૂર્વ રેખાંશ (Longitude) પર સ્થિત હતું. ભૂકંપની ઊંડાઈ 150 કિલોમીટર હતી.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, શુક્રવારે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર અને હિંદુકુશ ક્ષેત્રમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર જમીનની અંદર ઘણું ઊંડું લગભગ 177 કિલોમીટરની ઊંડાઈએ હતું. નિષ્ણાતોના મતે, જ્યારે ભૂકંપ આટલી ઊંડાઈએ આવે છે, ત્યારે તેના તરંગો (waves) ખૂબ દૂર સુધી મુસાફરી કરે છે. આ જ કારણ છે કે તેના આંચકા માત્ર પડોશી દેશોમાં જ નહીં, પરંતુ ઉત્તર ભારતના અનેક ભાગોમાં પણ ખૂબ જ તીવ્રતાથી અનુભવાયા.

Exit mobile version